મોરબી :- શ્રાવણ માસ પહેલા જ આશરે ૨૯ લાખ જેટલા મુદ્દામાલ સાથે જુગારીઓ પકડાયા.
મોરબીમાં શ્રાવણ માસ શરૂ થયા પહેલા જ જુગારીઓ દ્વારા પત્તા રમવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આશરે ૨૯ લાખના મુદ્દામાલ સાથે છ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે મોરબીના શનાળા થી રાજપર જવાના માર્ગ પર એક કારખાનામાં અમુક જુગારીઓ જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પરથી છ કેટલા પત્તપ્રેમીઓને આશરે ૨૯ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રાજપર રોડ પર આવેલ સિટી એલ્યુમીનિયમ એન્ડ સ્ટીલ ની ફેક્ટરીમાં અમુક પત્તાપ્રેમીઓ જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરતા હકીકત વાળી જગ્યા પર થી જુગાર રમતા
(૧) કિશોરભાઈ છગનભાઈ પટેલ
(૨) નિલેશભાઈ દેવકરણભાઈ પટેલ
(૩) નિલેશભાઈ કેશુભાઈ સનિયારા
(૪) મહેશભાઈ બાલજીભાઈ સનિયારા
(૫) રમેશભાઈ શીવાભાઈ પટેલ
(૬) નિલેશભાઈ ચંદુભાઈ ભીમાણી
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત ૮,૭૬,૫૦૦/- રોકડ તેમજ બે ક્રેટા કાર કિંમત રૂ. ૨૦,૦૦,૦૦૦/- સાથે કુલ રૂ.૨૮,૭૬,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.