મોરબી :- વાવડીરોડ ગણેશનગર પ્રાથમીક શાળા પાસેથી જુગારીઓ પકડાયા.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા વાવડીરોડ ગણેશનગર પ્રાથમીક શાળા પાસેથી જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ને બાતમી મળી હોઈ કે અમુક ઇસમો વાવડીરોડ ગણેશનગર પ્રાથમીક શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા જગ્યા પર રેઇડ કરતા ત્યાં જાહેરમાં જુગાર રમતા ઇસમો મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરતાં તેઓ
(૧) કિશનભાઇ મોતીભાઇ પરસાડીયા
(૨) વિજયભાઇ મુમાભાઇ સરૈયા
(૩) કરણભાઇ રઘુભાઇ બાંભવા
(૪) છોટાલાલ મહેશભાઇ રાવા
(૫) અજયભાઇ ખોડાભાઇ ગોહેલ
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી કુલ રોકડા રૂ. રૂ.૧૦૫૫૦/- પકડી પાડવામાં આવ્યા હતા.