Monday, September 30, 2024

મોરબી-વાંકાનેર હાઈવે પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવાર ઇજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી થી વાંકાનેર તરફ રોડની કટ પર શક્તિચેમ્બર નજીક રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે બાઈક સવાર ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગર જીલ્લાનાં વતની અને હાલ રાતાભેર તા. હળવદમાં રહેતા પ્રકાશભાઇ બેચરભાઈ કાજીયા (ઉ.વ.૨૩) એ આરોપી ટ્રક કંટેનર રજીસ્ટર નંબર – ‍GJ-12-BX-8002 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે આરોપી ટ્રક કંટેનર રજી નં GJ-12-BX-8002 ના ચાલકે પોતાના હવાલાવાળુ કંટેનર પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ભાઈ અજય ઉ.વ ૨૧ વાળાના સ્પેલેન્ડર મોટર સાયકલ રજીસ્ટર ન GJ-36-J-8218 વાળાને સાઇડેથી ટકકર મારી ટ્રક કંટેનર તેના બન્ને હાથ તથા ડાબા પગ ઉપર ચડાવી દઇ ફેકચર જેવી તથા બીજી ગંભીર ઇજા પહોંચાડી ટ્રક કંટેનર લઇ નાસી ગયો હતો. આ બનાવ અંગે પ્રકાશભાઇ એ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો કલમ. ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર