Thursday, January 9, 2025

મોરબી: લીલાપર ચોકડી ખાતેથી ઇંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: લીલાપર ચોકડી, રાઘવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫ ખાતેથી ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો કિં.રૂ. ૪૭,૪૩૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫૨,૯૩૦/-ના મુદામાલ સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. પોલીસ ને ખાનગી રાહે બાતમી મળેલ કે, લીલાપર ચોકડી,તિર્થક પેપરમીલ પાસે, રાધવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫ વાળીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પરપ્રાંતમાંથી મંગાવી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ ચાલુ હોવાની ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૮ કિં રૂ.૨૪૬૩૦ તથા બીયર ટીન નંગ-૧૫૦ કિં રૂ.૨૨૮૦૦ તથા બે મોબાઇલ ફોન કિં રૂ.૫૫૦૦ મળી કુલ કિં રૂ. ૫૨,૯૩૦/- ના મુદામાલ સાથે આરોપી કમલેશભાઇ રમેશભાઇ સોનગ્રા ઉ.વ.૨૭ રહે. ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, શનાળારોડ, રવિભાઇ રબારીના મકાનમાં ભાડે, મુળ રહે. સોની તલાવડી, લાલટાંકી પાસે, ધ્રાંગધ્રા જિ. સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર