Wednesday, September 25, 2024

મોરબી: રેશનકાર્ડ મામલે કોંગ્રેસ આગેવાન રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાત સરકાર દ્વારા 10 હજારથી વધુ આવક ધરાવતા લોકોને રેશનકાર્ડનો લાભ ન આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ નિર્ણયને પાછો ખેંચવા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા CM પટેલને રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યુ હતું કે,’બી.પી.એલ.ની વ્યાખ્યામાં આવતા લોકોન રેશન કાર્ડ બંધ કરો’

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં સરકારી પરિપત્રો દ્વારા જાહેર કર્યા મુજબ રેશનકાર્ડધારક પાસે નાના મોટાવાહન હોય, રીટર્ન ભરતા હોય અને 10 હજારથી વધુ આવક હોય, આવા ધારકોનાં રેશનકાર્ડ કમી કરવામાં આવશે પણ સાહેબ આપ જાણો જ છો કે કોઈને પણ નાની-મોટી બેન્ક લોન લેવી હોય તો ફરજિયાત રિટર્ન ભરવું પડે છે પછી તેની આવક હોઈ કે ન હોય અને દરેક લોકોને રિટર્ન કઢ વિવામાંથી હજાર દોઢ હજારનો ખર્ચ થાય છે તો આવા નિયમો પ્રજા માટે ભારે મુશ્કેલી ઉભી કરે છે. રેશનધારકો કોઈ મોટા ધંધાર્થી કે જમીનદાર નથી માંડ નાના મોટો ધંધો કરી ઘરબાર ચલાવે છે અને રેશનમાં સરકાર દ્વારા મળતા રાશનથી નિભાવ કરે છે ત્યારે આપનો પરિપત્ર અનેક ગુંચવાડા ઉભા કરે છે.
લોકો માટે સરળ અને સમજાય તેવા નિયમો જરૂરી હકીકતમાં રિર્ટન શા માટે કઢાવે છે તેની વાસ્તવિકતા તપાસનીય છે. રેશનકાર્ડ કમી કરવાના પગલા લેવા જોઈએ જેઓ ખરેખર જરૂરતમંદ પરિવારો આ નિયમથી અનાજ/રાશન વિહોણા બની જશે. તો આ નિયમો ફેરવિચારણા કરી અમલવારી થાય તેમ થવા જાહેર જનતાના હિતાર્થે અમારી માંગણી છે. આપના આ નિયમથી હજારો રેશનકારકો રસ્તે રઝળતા થઈ જશે આ ભયાનક મોંઘવારીમાં સરકાર દ્વારા રેશનકાર્ડ પર મળતો પુરવઠો ઘરસંસાર અને કુટુંબ ચલાવવા માટે આશિર્વાદરૂપ છે. તો આ અંગે જરૂરી કાર્યવાહી થવા વિનંતી, સરકારે ખરેખર નિયમ જ બનાવવો હોય તો બી.પી.એલ. ધારકોની તપાસ થવી જોઈએ. હજારો બી.પી.એલ. ધારકો મોટા ઉદ્યોગકારો છે જેઓ બી.પી.એલ.ની વ્યાખ્યામાં આવતા નથી તેવા આ કાર્ડધારકો છે તેમની ખાસ તપાસ થવી જોઈએ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર