Saturday, January 11, 2025

મોરબી રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી અજંતા કલોક સામે કારે બાઈકને હડફેટે લેતા એકનું મોત

 મોરબી રાજકોટ હાઈવે ઉપર અજંતા ક્લોકની સામે સ્વીફ્ટ કાર ચાલકે બાઈક સવાર યુવાનને હફફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા આ અકસ્માતમાં બાઈક ચાલક એવા આદિવાસી શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ટંકારાના નસીતપર ગામે બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા વિપુલભાઈ ભારતભાઈ સંગાડા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે

તેના મોટાભાઈ ઉમેશભાઈ પોતાનું મોટર સાઈકલ જીજે ૦૩ એજે ૬૦૩૭ લઈને નસીતપરથી મોરબી તરફ જતા હોય દરમિયાન અજંતા કલોક સામે પહોચતા પાછળથી આવેલ મારુતિ સ્વીફટ જીજે ૩૬ આર ૩૫૧૮ ના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવીને ઉમેશભાઈના મોટર સાઈકલને હડફેટે લેતા ઈજા પહ્હોચતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર