Sunday, January 12, 2025

મોરબી મા કચરો ઉપાડવાની કામગીરી મા લાપરવાહી દાખવતા કોન્ટ્રાકટર ને 2 લાખ નોદંડ ફટકાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં સ્વચ્છ ભારત અભિયાન અંર્તગત ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ખાનગી એજન્સીને પાલિકા દ્વારા કોન્ટ્રકટ આપવામાં આવ્યો છે.

 

જોકે, શહેરમાં કોન્ટ્રકટર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાની લાંબા સમયથી ફરિયાદ ઉઠી રહી હતી. આ ફરિયાદ સામે આવ્યા બાદ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા અને સેનીટેશન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં કુલ 21 સ્થળ પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન વોરાબાગ,સર્કીટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ,વાવડી રોડ,નકલંક હોસ્પિટલ ,મહેન્દ્રસીહ હોસ્પિટલ,બીઆરસી ભવન,માધાપર ગેટ,રોહીદાસ પરા,બાલમંદિર,મંગલ હોસ્પિટલ,રબારી વાસ મતવા ચોક,સો ઓરડી વિસ્તાર ત્રાજપર ચોકડી,એવન્યુ પાર્ક સહિતના 21 સ્થળ પર છેલ્લા 1 મહિના કરતા પણ વધારે સમયથી કચરો ઉપડ્યો ન હોવાનું અથવા અનિયમિત રીતે કચરો ઉપડયો હોવાનું સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન એક મહિનામાં 666 ટન કચરો ઉપાડ્યો ન હતો. આ ઉપરાંત જે વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હોય ત્યાં જંતુનાશક દવાનો પણ છટકાવ કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત કોન્ટ્રકટ મુજબ પાલિકા વિસ્તારમાંથી એકઠો થયેલ કચરો રફાળેશ્વર પાસેની ડમ્પીગ સાઈટમાં 100 ટકા ખાલી કરવાનો રહે છે જોકે તાજેતરમાં લીલાપર રોડ પર જાહેરમાં કચરો ફેકી દીધા હોવાનું પણ સામે આવ્યું હતું . આ ઉપરાંત પાલિકાના વાહન જીપીએસસી સીસ્ટમ લગાવવાની હોય છે ઘણી બધી ટીપર વાનમાં ન લગાવેલ ન હોવાથી કોન્ટ્રકટ સમયે જાહેર કરેલ અલગ અલગ શરત ભંગ થયા હોવાનું સામે આવતા ચીફ ઓફિસરે પ્રતિ ટન 300 રૂપિયા લેખે 666 ટન કચરા બદલ રૂ.2 લાખનો દંડ ફટકાર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર