Tuesday, September 24, 2024

મોરબી માળીયા વિસ્તારના ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવા પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી માળીયા વિસ્તારના ખેડૂતોને આગામી વાવેતર સુવિધા માટે નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-2 ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવા મોરબી માળીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે, મોરબી જીલ્લાના મોરબી તાલુકા તથા માળીયા તાલુકાના દરિયા કિનારા નજીક આવેલા પરંતુ અલગ અલગ ડેમ કે નર્મદા યોજના દ્વારા સિંચાઈ સુવિધા ધરાવતા ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ ન જાય તથા ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ – 2 ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવા ઉચિત ત્વરિત કાર્યવાહી કરવા માંગણી કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર