Saturday, September 21, 2024

મોરબી માં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા હાજર રહ્યા હતા વૈશ્નાણી કાંતિલાલ ભાઈ એ ૧૦૧મી વખત રક્તદાન કર્યું જ્યારે મનુભાઈ જાકાસણીયા એ ૬૧ મી વખત રક્તદાન કર્યું હતું

દાનમાં સર્વોત્તમ દાન એટલે રક્તદાન માનવ સેવા એજ પ્રભુ સેવા મનુષ્યની સૌથી ઉચ્ચ ભાવના એટલે બીજાને ઉપયોગી થવું આ ભાવનાને ચરિતાર્થ કરવા માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી અને ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા સંયુક્ત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ઉમા ટાઉનશીપમાં આવેલ યુનિક સ્કૂલ ના સંકુલ ખાતે રાખવામાં આવેલ બ્લડ ડોનેશન કેમ્પમાં બપોરના બાર વાગ્યા સુધીમાં ૭૦ થી વધુ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ અને આ તકે કેમ્પના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારો ટાર્ગેટ સૌથી વધુ લોકો રક્તદાન કરે તેવો છે અને તે લગભગ પૂરો થઈ જશે તેવું અમને લાગી રહ્યું છે આ બ્લડ કેમ્પમાં ૨૦થી વધુ મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં ડોનેટ થયેલું બ્લડ જીઆઇડીસી પર આવેલ સંસ્કારધામ બ્લડ બેંકમાં અને સિવિલ હોસ્પિટલ ખાતે જમા કરાવવામાં આવશે

આ કેમ્પમાં ૧૦૧મી વખત રક્તદાન કરનાર વૈશ્નાણી કાંતિલાલ ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોતાના સો વર્ષ પૂરાં થતાં પોતે અંગ દાન કરવાનો સંકલ્પ લીધો હોય અને સંકલ્પ પત્ર પણ ભરેલ છે
તો બીજા મનુભાઈ જાકાસણીયા એ પણ ૬૧મી વખત રક્તદાન કરેલ

આ કેમ્પમાં રક્તદાન કરનારા તમામ દાતાઓનું મોમેન્ટો ભેંટ આપી ને સ્વાગત કરવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર