આજે સોમવાર અને આવતીકાલે મંગળવારે એઆઇપીઇયુ યુનીયન દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી પોસ્ટ વિભાગના કર્મચારીની હડતાળ છે જે હડતાલમાં મોરબી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ જોડાયા હતા અને તેઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા
મોરબી સહિત દેશના પોસ્ટ વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓ જેવી કે જુની પેન્શન યોજના લાગુ કરે, ૧૮ મહિનાનું એરીયર્સ બાકી છે તે આપે, ફીનાકલ સર્વરનો પ્રોબ્લેમ દુર કરે, જીડીએસ માટે કમલેશ ચંદ્ર કમીટીના રીપોર્ટ મુજબની માંગણીઓ સ્વીકારે વિગેરેને લઈને આજે સોમવાર અને મંગળવારે ભારતના પોસ્ટ કર્મચારીઓ હડતાલ ઉપર છે ત્યારે મોરબી એમડીજી સહિતની તમામ એસઓ અને ગામડાની બીઓના તમામ કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે અને મોરબીની મેઇન પોસ્ટ ઓફિસ પાસે સવારના ૮:૩૦ વાગ્યે ધરણાં તેમજ સુત્રોચાર પોસ્ટ વિભગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતા ત્યારે યુનિયનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર સહિતના આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્ર હિત , શિક્ષક હિત ,સમાજ હિત ના કાર્યો કરતું ગુજરાતનું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન છે જે દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓ, શિક્ષકોને સાથે રાખી દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ , ગુરુવંદન દિવસ ,માતૃશક્તિ દિનની ઉજવણી કરે છે, ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મ...
મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦...
ટંકારા તાલુકાના લજાઈ ગામના ઝાપાવાળી શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સિ.એન.જી. રીક્ષા ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનો લજાઈ ગામે રહેતા અઝરૂદ્દીનભાઈ વલીભાઈ હેરંઝા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની...