Monday, December 23, 2024

મોરબી માં ગેસ કંપની ની આડોળાઈ ગેસ કનેક્શન ન અપાતાં ફલેટઘારકો થયાં પરેશાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી શહેરમાં ઘણા બધા વિસ્તારોમાં ગેસની લાઈનો દ્વારા ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે ત્યારે હાલ રવાપરમાં ગેલેક્ષી હાઇટ્સ નામના એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોને ગેસ કંપની છેલ્લા એક વર્ષથી ગેસની લાઈન ન આપતી હોવાની રાવ ઉઠી છે આ ફ્લેટધારકોએ ત્વરિત કાર્યવાહીની માંગ ઉઠાવી છે.રવાપરમાં ક્રિષ્ના સ્કૂલ પાસે રંગધરતી પાર્કમાં આવેલા ગેલેક્ષી હાઇટ્સના સ્થાનિકોએ જણાવ્યું કે ગુજરાત ગેસની લાઈનની એક વર્ષ પૂર્વે માંગણી કરી હતી. અવારનવાર ગેસ કંપનીની કચેરીએ ધક્કા ખાવા છતાં પણ લાઇન મળી નથી. આ એપાર્ટમેન્ટની બાજુમાંથી જ લાઇન નીકળતી હોય છતાં 7 ફ્લેટધારકોને લાઇન મળી નથી.


આ ફ્લેટ ધારકોએ ચેકથી પેમેન્ટ પણ કરેલ છે. આ રૂપિયાનું હવે શું ? આ મામલે રજુઆત કરવા કચેરીએ જ્યારે સ્થાનિકો જાય છે ત્યારે ત્યાં જવાબદાર અધિકારી હોતા જ નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર