Tuesday, September 24, 2024

મોરબી મહાસંઘના હોદેદારો ઈન્ડિયા સે ભારત કી ઓર અભ્યાસ વર્ગમાં બેંગ્લોર જવા રવાના

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક, શિક્ષક કે હિતમેં શિક્ષાના ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્ણાટક બેંગ્લોર ખાતે તા.11 થી 13 નવેમ્બર – 2022 ના રોજ યોજાનાર આઠમા અખિલ અધિવેશનમાં ભારતને પરમ વૈભવના શિખરે પહોંચાડવામાં શિક્ષકોની ભૂમિકા, સંગઠનમાં કાર્યકર્તાઓએ કેવી રીતે કાર્ય કરવું? ઈન્ડિયા સે ભારત કી ઓર વગેરે વિષય પર રાષ્ટ્રીય અધિવેશન થવાનું હોય જેમાં સમગ્ર રાષ્ટ્રમાંથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો હાજર રહેવાના હોય.

મોરબી જિલ્લામાંથી મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના દિનેશભાઈ ડી.વડસોલા અધ્યક્ષ- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો હિતેન્દ્રભાઈ ડી.ગોપાણી  મ.શી. વિરપરડા પ્રાથમિક શાળા અને સંગઠન મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગ રાજેશભાઈ એમ.રાઠોડ, મ.શિ. રાસંગપર પ્રાથમીક શાળા- માળીયા અને રાજ્ય પ્રતિનિધિ,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાત અશોકભાઈ પી.સતાસીયા, આચાર્ય માલધારી નેશ પ્રાથમિક શાળા અને અધ્યક્ષશ્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- વાંકાનેર હરદેવભાઈ એ.કાનગડ, મ.શિ.જાજાસર પ્રાથમીક શાળા ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો અને અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ- માળીયા રાજુભાઈ ટી.ગોહિલ, મ.શિ.ચેતન્યનગર પ્રાથમીક શાળા અને મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ વગેરે હોદેદારો ‘ઈન્ડિયા સે ભારત કી ઓર’ વિષય સાથે ત્રણ દિવસીય અધિવેશનમાં જવા માટે રવાના થયેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર