મોરબી મહાપાલિકા દ્વારા 257 મિલકત ધારકોને વોરંટ બજવણી કરાઈ
મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન 2304 કરોડની વસુલાત કરાઈ
મોરબી મહાનગરપાલિકા દ્વારા ટેક્સ નહી ભરનાર મિલકત ધારકો પર તવાઈ હાથ ધરવામાં આવી છે જેમાં એક લાખ થી વધુ રકમના ૨૫૭ મિલકત ધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે. તેમજ ટેક્સ શાખા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન ૨૩૦૪ કરોડ વસુલાત કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા તા.01/01/2025 થી 31/03/ 2025 સુધી 1 લાખથી વધુ રકમના 257 મિલકત ધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ. જેમાથી 106 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવેલ છે. તેમજ ટેકસ શાખા દ્રારા 8 પાણી કનેકશન તથા 37 મિલકતોને સીલ કરવામાં આવેલ છે. જેમાં વહીવટી ચાર્જ વસુલી 7 મિલકતના સીલ ખોલવામાં આવેલ છે. 75000 થી 1,00,000 સુધીની રકમ બાકીના 118 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે. જેમાથી 83 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવેલ છે. ટેકસ શાખા દ્વારા 50,000 થી 75,000 હજાર સુધીના 326 બાકી મિલકતધારકોને વોરંટની બજવણી કરેલ છે જેમાંથી 178 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરેલ છે. મોરબી નગરપાલિકા 2022-23 ના વર્ષમાં 14.81 કરોડ અને 2023-24 ના વર્ષમાં 12.43 કરોડની વસુલાત કરેલ મોરબી નગરપાલિકા દ્વારા 01/04/2024 થી 31/12/2024 સુધી 9(નવ) માસમાં 11.03 કરોડની આવક આવેલ ત્યારબાદ મોરબી મહાનગરપાલિકા કાર્યાન્વિત કર્યા બાદ 01/01/2025 થી 31/03/2025 3(ત્રણ) માસમાં 12.01 કરોડ મળી નાણાકીય વર્ષ દરમિયાન 23,04 કરોડની વસુલાત કરવામાં આવેલ છે. વર્ષ-2025-26માં.
પણ ટેકસ શાખા દ્વારા 2024-25ના વર્ષના બાકી રકમ પર ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ થી જુન દરમિયાન મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં સીલ કરેલ મિલકતોને ટેકસ શાખા દ્વારા હરાજી કરી બાકી રકમ વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે. આથી મોરબી શહેરની જનતાને બાકી વેરા તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે.