Monday, September 23, 2024

મોરબી-માળીયા ને.હા.-27 ઉપર ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કોઈ જાનહાનિ નહી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ -27 ઉપર આવેલ કેડા કારખાનાથી ભરતનગર બાજુ રોડ ઉપર ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આ બનાવમાં અંગે ફોર્ચ્યુનર કારના માલિકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં અવની ચોકડી શ્યામ પાર્ક, રવાપર રોડ પર આવેલ સ્વર્ગ એપાર્ટમેન્ટમાં રહેતા ચીરાગભાઈ લાલજીભાઇ સગપરિયા (ઉ.વ.૩૩) એ આરોપી કમલસિંગ સરદારસિંગ રાજપુત (ઈ.વ.૨૬) રહે. અજમેર રાજસ્થાન વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૧૦-૨૦૨૨ ના રોજ આશરે બારેક વાગ્યાની આસપાસ મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ -27 ઉપર આવેલ કેડા કારખાનાથી ભરતનગર બાજુ રોડ ઉપર આરોપી પોતાના હવાલાનુ ટાટા કંપનીનુ ટ્રક જેની પાછળની બાજુએ કંટેનર રાખેલ છે જેના રજી નં- GJ-12-BT-9614 વાળુ વાહન માણસોની જીંદગી જોખમાય તેમ પુ૨ ઝડપે ભયજનક અને ગફલત ભરી રીતે બેફીકરાયથી ચલાવી આવી ફરીયાદીની સફેદ કલરની ટોયોટા ફોર્ચ્યુનર લીજેંડર કાર રજીસ્ટર નં- GJ-03-MH-5867 વાળીને ડ્રાઈવર સાઈડ જમણી બાજુએ અકસ્માત સર્જીયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ બનાવ અંગે ચીરાગભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ-૨૭૯ MV ACT કલમ-૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર