મોરબી હળવદ રોડ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ ની સઘન કામગીરી ચાલુ હોય ત્યારે હુંડાઈ કાર લઈને આવતા કાર ચાલકે પોલીસ નેં જોતા પોતાની કાર પુરપાટ વેગે રાતાભેર ગામ તરફ હંકારી મૂકી હતી
વધુ જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ ઉંચી માંડલ ગામ પાસે વાહન ચેકિંગ કરતી હોય ત્યારે હળવદ તરફથી આવતી કાર રોકવા જતા કારચાલક કાર લઈને નાસી ગયો હતો જેથી કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા કાર જીજે ૦૧ એચજી ૯૩૨૦ વાળી નીચી માંડલથી રાતાભેર જવાના રસ્તે કાર ચાલક કાર રેઢી મુકીને નાસી ગયો હતો જેની પોલીસ દ્વારા તલાસી લેતાં કારમાંથી ઈંગ્લીશ દારૂની ૭૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે કાર અને દારૂ સહીત ૧,૨૬,૨૫૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
જે કામગીરીમાં તાલુકા પીઆઈ વી એલ પટેલ, જયદેવસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા, દીપસંગ ચૌહાણ સહિતની ટીમ જોડાયેલ હતી.
મોરબી શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે મોરબીના કુબેરનગર શેરી નં -૦૩ સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વિદેશી દારૂની ૨૧ બોટલો સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના કુબેરનગર શેરી...
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે કન્યા શાળા નજીક રોડ ઉપર આરોપીએ ટ્રેક્ટર બેફામ ચલાવતા ટ્રેક્ટર પરથી નીચે પડી ટ્રેક્ટરના મોટા વ્હીલમાં આવી જતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા જગદીશભાઇ હકાભાઈ પરમાર (ઉ.વ.૨૬)એ આરોપી ટ્રેક્ટર...