બે મહિલા સહિત અન્ય ચાર લોકો ની ધડપકડ કરવામાં આવી
મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને ફ્લેટ ખરીદવાને બહાને હનીટ્રેપમાં ફસાવી ગોંડલની અને અન્ય એક મહિલા સહિતના કુલ છ શખ્સોએ કાવતરું રચી વૃદ્ધનું અપહરણ કરી 22 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લેતા ત્રણેક મહિના જુના બનાવમાં સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે તમામ છ આરોપીને પકડી પાડી વધુ તપાસ ચલાવી છે
મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા વૃદ્ધને મહેન્દ્ર નગર એક ફ્લેટ વેચવાનો હતો દરમિયાન એક ગેંગે તેઓને ફસાવવા કાવતરું રચ્યું હતું અને ફ્લેટ ખરીદવાના નામે 2 મહિલા વૃદ્ધને મળવા પહોચી હતી અને ટોકન રૂપે રૂ 5000 આપવા પહોચી હતી દરમિયાન વાતચીતના બહાને પાસે બેઠિ હતી અને ત્રીજા એક શખ્સે છુપાઈને ફોટા પાડી લીધા હતા બાદમાં આરોપીઓએ ભેગા મળી ધમકાવવાનું શરુ કર્યું હતું અને તેમનું અપહરણ કરી વાંકાનેર તરફ લઈ ગયા હતા.જ્યાં તેઓએ ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને રૂ 1 કરોડની માગણી કરી હતી. વૃદ્ધે વિરોધ કરતા તેમની પાસેથી રૂ 22 લાખ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. આરોપીઓને તેનાથી પણ સંતોષ ન થતા અવાર નવાર ફોન પર ધમકી આપતા હોવાથી અંતે તેઓએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસે તપાસ કરતા આરોપીઓ એમપી તેમજ વ્યારા,રાજકોટ,ચોટીલા તેમજ ગોંડલમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે અલગ અલગ ટીમ બનાવી હતી. એક ટીમ એમપી મોકલી હતી અને આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી જયારે બાકીની ટીમને અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ રહે. મોરબી વાવડીરોડ, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળ રહે. ચોટીલા જિ. સુરેન્દ્રનગર, ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિત દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ અને ઉષાબેન પટેલને ઝડપી લીધા હતા અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.