Sunday, September 22, 2024

મોરબી ની ઘુંટુ રોડ પર આવેલી સોસાયટીમાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઉદ્યોગ નગરી મોરબી દિનપ્રતિદિન હરણફાળ ભરી રહ્યું છે પણ સાથે સાથે આત્મહત્યા જેવા બનાવો પણ વારે ઘડીએ સામે આવી રહ્યા છે જ્યાં વધુ એક યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાનું સામે આવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુટુ રોડ પર આવેલી સિલ્વરપાર્ક સોસાયટીમાં પોતાના ઘરે જ જીગ્નેશભાઈ નિલેશભાઈ કુકવા નામના યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે તો ધટનાની જાણ થતા જ પરિવારજનોમાં અને તાલુકા પોલીસની ટીમ દોડી આવીને મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો તો મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો તપાસ અધિકારી જે જે ડાંગર પાસેથી માહિતી મળી હતી કે પ્રેમિકાએ બે દિવસથી વાત ન કરી હોય જેનાથી માઠું લાગી જતા પરિવાર કામે ગયેલ હોય દરમિયાન યુવાને જીવન ટુંકાવ્યું હતું તેમજ પરિવારના ત્રણ ભાઈઓ છે અને મૃતક યુવાન એ સૌથી મોટો હોવાનું જાણવા મળ્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર