મોરબી નાં જુના બસ સ્ટેન્ડ મા લોકો નાં ખીસ્સા કાપવાના અને કિંમતી માલસામાન ની ચોરી થવાના કિસ્સા ઓ અવારનવાર સામે આવે છે ત્યારે વધુ એક લાખો રૂપિયા નાં મુદામાલ ની ચોરી થયા ની પોલીસ ફરીયાદ નોંધાયેલ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કેશોદના રહેવાસી હેમીબેન કરશનભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ મોરબી તેના ભાઈ નટુભાઈના ઘરે દીકરીના લગ્ન હોવાથી આવ્યા હતા જેથી લગ્નમાં પહેરવા સોનાના દાગીના સાથે લાવ્યા હતા જે લગ્ન પતાવીને તેઓ તા. ૨૩-૦૨ ના રોજ કેશોદ જવા મોરબીના જુના બસ સ્ટેન્ડ આવ્યા હતા અને મોરબી-રાજકોટ એસટી બસમાં ચડતી વેળાએ તેના ખભે રાખેલ પર્સમાં રહેલા સોનાના દાગીના જેમાં સોનાનો હાર ત્રણ તોલા કીમત રૂ ૭૫,૦૦૦ સોનાની વીંટી એક તોલા કીમત રૂ ૨૫,૦૦૦, સોનાનું લોકેટ સાડા ત્રણ તોલા કીમત રૂ ૭૫,૦૦૦ અને ૧૫૦૦ રોકડ સહીત ૧,૭૬,૫૦૦ ની મત્તા ચોરી થઇ હતી.
બસમાં ચડ્યા બાદ મહિલાએ પર્સ ચેક કરતા તેને જાણ થઇ હતી અને લજાઈ ચોકડી પાસે બસ ઉભી રખાવી બાદમાં પોલીસને ફરીયાદ કરી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.
જિલ્લા સેવા સદનમાં ગંભીર રીતે બીમાર ગલુડીયાને તાત્કાલિક સારવાર આપીને તેનો જીવ બચાવ્યો
સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં દિવ્યાંગ, નબળા, બીમાર પશુઓની મદદ માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન નિ:શુલ્ક કાર્યરત છે. કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓ, દવા, સાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે સંપન્ન છે. આ ટીમમાં ૧ વેટરનરી ઓફિસર અને ૧...
મોરબી શહેરમાં આવેલ ઝવેરી શેરી ખંઢેર હાલતમાં જોવા મળી રહી છે તેમજ અહિ છેલ્લા પંદર વર્ષથી રોડ બનાવવામાં નથી આવેલ જેથી તાત્કાલિક બ્લોક પાથરો નહી ડામર રોડ બનાવવા લતાવાસીઓએ વતી મોરબીના સામાજિક કાર્યકરોએ જીલ્લા કલેકટર , ચીફ ઓફિસર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજીક...
મોરબી જિલ્લામાંથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવતીકાલે ભીમ સૈનિકો રવાના થશે
મોરબી: મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિન 6 ડિસેમ્બર નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ (SSD)ના દ્વારા ગુજરાતના સુરત જિલ્લામાં રાજ્યલેવલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત તથા ભારતભરમાંથી લોકો મહારેલી યોજી ડો.બાબા સાહેબ તથા બહુજન મહાપુરુષોને મહાસલામી આપશે. ત્યારબાદ એક...