Friday, September 27, 2024

મોરબી: નાની વાવડી માધવ અંધ-અપંગ ગૌશાળાની ગોપી ગાયની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ધૂનનું આયોજન કરાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી દ્વારા નાની વાવડી માધવ અંધ અપંગ ગૌશાળાની ગોપી ગાયની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે નાની વાવડી ગામ સમસ્ત તથા માધવ ગૌશાળાના સંચાલક ચેતન પડસુંબિયા અને તેની ટીમ દ્વારા ધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધૂન રામજી મંદિર ચોકમાં રાખવામાં આવી હતી જેમાં ગામના સમસ્ત ગૌ પ્રેમી ભાઈ બહેનો ધૂનમાં આનંદ સાથે રાશ લીધી હતી સાથે ચિત્રા ધૂનમંડલના તમામ સભ્યો પણ રાશલીલામાં ભાવથી ભાગ લીધો હતો અને અમારા મંડળના સ્ટેજ કલાકાર સભ્યોભજનિક રતિલાલ પટેલ હેમંતભાઈ ભીમાણી ચંદુ ભાઈ કડિવાર વગેરેએ ધૂનની જમાવટ કરેલ અને સાથે તબલા વાદક અંબારામ પટેલ મંજીરા વાદક રતિલાલ ભાઈ મહાદેવભાઇ પ્રાનજીવનભાઈ વગેરેએ સાથ આપી ધુનમાં જમાવટ થઈ વાવડી ગામમાં અને અમારા મંડળ માટે અહો ભાગ્ય કહેવાય કે સૌ પ્રથમ વખત એક ગૌમાતાની પુણ્યતીથી નિમિતે ધુનનો લ્હાવો મળ્યો આ ધૂનમાં નાની વાવડી ગ્રામ જનો થકી દાનની સરવાણી વહાવી ને રૂ. ૬૩૦૦૦/ જેવું દાન આપ્યું જે તમામ દાન ચિત્રા હનુમાનજી ધૂન મંડળે માધવ અંધ અપંગ ગૌશાળામાં અર્પણ કરવામાં આવ્યું તેમ મંડળના પ્રમુખ ટી.સી. ફૂલતરિયા અને ચંદુભાઈ કડીવારએ જણાવાયું હતુ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર