આજ રોજ કડીયાણા પે સે શાળા ખાતે શાળાનો ૬૮મો સ્થાપના દિવસે ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા શાળાના જન્મ દિવસ નુ આયોજન કરવામા આવેલ.
જેમા શાળા સ્થાપના સમયે પ્રથમ બેંચ મા અભ્યાસ કરી ગયેલ ગામના વયોવ્રુધ્ધ વ્યક્તીઓ દ્વારા કેક કાપીને શાળાના જન્મ દિવસની ઉજવણી કરવામા આવી. આ ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ ને આજ શાળાના ભુતપુર્વ વિદ્યાર્થી ટી.ટી. માકાસણા દ્વારા અંદાજે ૨૦૦૦૦/- રુપીયાના ઇનામો આપવામા આવ્યા અને સાથે સાથે ધોરણ-૮ ના બાળકોનો વિદાય સમારંભ પણ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમ ગામના તમામ આગેવાનો, સરપંચશ્રી, તલાટી મંત્રી, તથા શાળા પરીવાર ના તમામ સભ્યોના પ્રયાસોથી સફળ બનાવવામા આવ્યો.
