Sunday, September 22, 2024

મોરબી નજીકના પેટ્રોલપંપમાં રોકડ રકમની બેગ ચોરી કરનાર બે શખ્સોને ગણતરીની કલાકોમાં તાલુકા પોલીસે દબોચ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના લીલાપર ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર એક મહિલા સહિત ત્રણ લોકો બાઈકમાં પેટ્રોલ પુરાવાના બહાને આવ્યા હતા તે દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારીની નજર ચૂકવી રૂપિયા એક લાખથી વધુ રોકડ રકમ ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેથી મોરબી તાલુકા પોલીસે સઘન તપાસ હાથ ધરીને ઉંચી માંડલ નજીકથી મોટર સાયકલ સાથે રોકડ લઈને નીકળેલા બે શખ્સોને ઝડપી પાડીને ગણતરીની કલાકોમાં આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીની લીલાપર ચોકડી નજીક આવેલ અમર રતન પેટ્રોલપંપ ખાતે બે પુરૂષ અને એક સ્ત્રી એમ ત્રણ અજાણ્યા માણસો બજાજ ડીસ્કવર મોટરસાયકલ લઈને પેટ્રોલ પુરાવવા આવ્યા હતા તે દરમિયાન એક માણસે પેટ્રોલપંપના ટેબલના ખાનામાં પડેલા રૂ. 1,03,460 ભરેલ બેગ છુપી રીતે કાઢીને ચોરી કરી ગયા હતા. આ ગુન્હામાં પેટ્રોલપંપના સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ કરતા ગુન્હેગારો બજાજ ડીસ્કવર લઈને આવ્યા હોવાનું જાણવા મળેલ જે બાબતે મોરબી શહેરના નેત્રમ પ્રોજેકટમાં તપાસ કરતા આ ડીસ્કવર મોટરસાયકલના રજીસ્ટર નંબર GJ-03-EJ-6665 હોવાનું અને તેમાં બે પુરૂષ હોય અને એક સ્ત્રી હોવાનુ સામે આવ્યું હતું.

પોલીસની તપાસ દરમિયાન આ મોટર સાયકલ મોરબી શહેરમાંથી જુના ઘુંટુ રોડ તરફ ગયેલ હોય જેથી ઘુંટુ ગામ તથા ઉંચી માંડલ ગામ તરફ તપાસ કરતા પોલીસ કોન્સ્ટેબલ પંકજભા ગઢવી તથા જયદિપભાઈ પટેલને બાતમી મળી હતી કે, આરોપીઓ ચોરીમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ લઈને ચોરી કરેલ રૂપિયા સગેવગે કરવાની પેરવીમાં હોય અને હળવદ તરફ જવાના હોય જેથી ઉંચી માંડલ ગામે વોચ ગોઠવી તપાસ કરતા એક બજાજ ડીસ્કવર મોટરસાયકલ (GJ-03-EJ-6665) મોરબી તરફથી આવતા તેને રોકી તપાસ કરતા આરોપી પિન્ટુ ઉર્ફે અજય કમાભાઇ મેથાણીયા અને હરેશભાઇ જગુભાઇ અઘારીયા (રહે. હાલ-ઉમીયા સર્કલ પાસે ઝુંપડામાં, મોરબી, મુળ-ધ્રાંગધ્રા, મેળાના મેદાનમાં તા.ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર) પાસેથી ચોરીમાં ગયેલ કાળા કલરના થેલામાં રોકડા રૂપિયા હોય જે ગણી જોતા રૂપિયા 82,900 હોય જે બાબતે સઘન પુછપરછ કરતા લીલાપર ચોકડી પાસે આવેલ અમર રતન પેટ્રોલપંપ ખાતેથી ચોરી કરેલની કબુલાત આપી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર