Friday, January 10, 2025

મોરબી નગરપાલિકા ની જુનાવેરા ની વ્યાજ માફી યોજના 31મે સુધી લંબાવવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આઝાદી કા અમૃત મહોત્સવ યોજના અંતર્ગત નગરપાલિકાઓમાં જુના વેરાની વ્યાજમાફી આપતી પ્રોત્સાહક વળતર યોજના ની મુદત આજે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સરકાર દ્વારા આ યોજના હજુ બે મહિના સુધી લંબાવવામાં આવેલ છે એટલે આ યોજનાનો લાભ કરદાતાઓ 31 મે સુધી લઈ શકાશે.


વધુ જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં મિલકત ધારકો પાછલી બાકી રકમ સમયસર ભરતા ન હોઇ નગરપાલિકાની પાછલી બાકી કરવેરાની વસુલાત મોટા પ્રમાણમાં બાકી રહેતી હતી. કરદાતાઓને અગાઉના વર્ષોની બાકી કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે, પ્રોત્સાહન મળે તેમજ નગરપાલિકાઓને પણ આવકમાં વધારો થાય તે માટે મિલકત ધારકો અને નગરપાલિકાઓના હિતને ધ્યાને રાખી સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના”દાખલ કરવામાં આવેલ. જે પરત્વે તા.૧૯/૦૨/૨૦૨૨ના રોજ પરિપત્ર કરવામાંઆવેલ. જેમાં ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં મિલકત પેટે આગાઉના વર્ષોના જુના માંગણા ભરપાઈ કરવા માટે તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં ભરપાઇ કરે તો નોટીસ ફી, વ્યાજ / પેનલ્ટી / વોરંટ ફી પેટેની ૧૦૦% રકમ માફ કરવામાં જે અન્વયે રાજ્યની નગરપાલિકાઓ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહકતર યોજના” હેઠળ આજદિન સુધી પાછલી બાકીની થયેલ વસુલાત તેમજ વ્યાજમાફી દ્વારા આપવામાં આવેલ રકમને ધ્યાને લઈ તેમજ જુદી-જુદી નગરપાલિકાઓમાંથી મળેલ રજુઆતોને ધ્યાને લઈ રાજયની જાહેર જનતાને વધુમાં વધુ લાભ થઈ શકે તે હેતુથી રાજ્યની નગરપાલિકાઓમાં કરવેરા વસુલાત હેઠળ “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાની મુદતમાં વધુ બે માસ એટલે કે ૩૧/૦૫/૨૦૨૨ સુધીનો વધારો કરવાની મંજુરી આપવામાં આવેલ છે. આમ, રાજયની નગરપાલિકાઓમાં “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ સુધીના અગાઉના વર્ષોના તમામ પ્રકારના જુના બાકી માંગણાની રકમ ભરપાઈ કરવા માટેની મુદત તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર