મોરબી નગરપાલિકા દ્વારા શહેર માં આડેધડ સ્પીડ બ્રેકર નાખી કોને કમાવી દેવાનો પ્લાન!-રમેશ રબારી
મોરબી નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિઘા આપવા માં નિષ્ફળગયેલ છે ત્યારે પ્રજા ના ટેક્ષ ના પેસા વાપરવા માં અગ્રેસર છે
મોરબી શહેરમાં નગરપાલિકા તાજેતરમાં રોડ રસ્તા ઉપર આડેધડ સ્પીડ બેકર કારણ વગર નાખવામાં આવે છે જેના કારણે મોરબી ની પ્રજા અને વાહન ચાલકો મુસ્કેલીમાં મુકાય ગયા છે આડેધડ સ્પીડ બેકર નાખવાથી પણ
ટ્રાફીક જામ થય જાય છે અને આવી મોઘવારી માં ડીઝલ પેટોલ નો વપરાશ પણ આં સ્પીડ બેકર ના કારણે વઘી જાય છે જેના થી આર્થિક રીતે પણ પ્રજા ને માર સહન કરવો પડે છે
ત્યારે મોરબી શહેર ની ભાજપ શાસિત નગરપાલિકા જરૂરત વગર ના આટલા બઘા સ્પીડ બેકર શા્ માટે નાખે છે તે સમજા તું નથી ક્યાંક પદાધિકારી અઘિકારી અને કોન્ટ્રાકટર ને કમાવી દેવા નું એક ષડયંત્ર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ બાબત યોગ્ય તપાસ કરી બિન જરૂરી સ્પીડ બેકર નાખવા પર રોક લગાવવા માં આવે જ્યાં જરૂર છે ત્યાં સ્પીડ બેકર નાખો તો કોય ને વાંધો ના હોય પણ આતો પૈસા કમાવવા ના હેતુ થી આડેધડ બિન જરૂરી સ્પીડ બેકર નાખી પ્રજા ના ટેક્સ ના પેસા નો ભષ્ટ્રાચાર કરવા માં આવી રહીયો હોય તેવું પ્રજા અને નગરપાલિકામાં ચર્ચા થય રહેલ છે ત્યારે આ બાબત યોગ્ય તપાસ કરી બિન જરૂરી સ્પીડ બેકર નાખવા માં ના આવે તેવી લાગણી અને માંગણી પ્રજા ની છે તેમ રમેશભાઈ રબારી પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ માલધારી દ્વારા જણાવામાં આવ્યું છે.
