Saturday, January 11, 2025

મોરબી નગરપાલિકા કાઉન્સિલરના બે વર્ષ પુર્ણ થતા મતદારો, હોદેદારોનો આભાર વ્યક્ત કરતા નીમીશાબેન ભિમાણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં ચુંટાયા તેને બે વર્ષ પુર્ણ થતા પાર્ટીનો, પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો અને વોર્ડ નં-૧૨ મા આવતી તમામ સોસાયટીઓનો અને નાગરિકોનો નિમીશાબેન રાજેશભાઈ ભિમાણીએ આભાર વ્યક્ત કર્યો હતો.

આજે ૩ માર્ચ ૨૦૨૩ ના રોજ નિમિશાબેન ભિમાણીના કાઉન્સિલર તરીકે ૨ વર્ષ પૂર્ણ થતાં તમને જણાવ્યું હતું કે આ બે વર્ષ મુજબ મેં અને મારા પતિ રાજેશભાઈ ભિમાણીએ નક્કી કર્યા મુજબ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી આપણાં વોર્ડ નંબર ૧૨માં શ્રી ભાગવત ગીતાના અધ્યાય ૨ મુજબ “ કર્મ એ જ ધર્મ” એ પ્રમાણે અમારાથી શક્ય એટલો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને માણસની પ્રાથમિક જરૂરિયાત જેમ કે લાઇટ, પાણી, સફાઈ માટે અમોએ તનતોડ મહેનત કરી છે.

આ દિવસે અમે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિત જેમને પણ અમને અમારા વિકાસના કાર્યોમાં સહયોગ કર્યો છે તેમના અમે હ્રદયથી આભારી છીએ. અમારા સાથી મિત્ર અને મોરબી જિલ્લાના ભાજપના સોશિયલ મીડિયા કન્વીનર તેમજ આલાપના સૌ મિત્રો તેમજ વોર્ડ નંબર ૧૨માં આવતી બધી સોસાયટીઓના તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ અમારા પર વિશ્વાશ મૂકી અમોને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે આપને વચન આપીએ છીએ કે આપના વિશ્વાશ પ્રમાણે અમે આગાળ પણ પૂરી કર્તવ્ય નિષ્ઠા અને જવાબદારીથી આપની સેવા કરતાં રહીશું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર