ગુજરાત સરકાર ના આઝાદી નાં અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા જુનાં બાકી રહેલા મિલ્કત વેરા ની માફી યોજના શરૂ કરવામાં આવેલ છે
વધુ જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકા દ્વારા બાકી રહેલા જુના મિલ્કત વેરા પર સંપૂર્ણ વ્યાજ માફી કરવાનો નિર્ણય અમલ
મુકવામાં આવ્યો છે અને જે કરદાતાઓ ના જુના કરવેરા બાકી હોય તેનુ વ્યાજ માફ કરી દેવાશે અને મુળ કરવેરાની રકમની જ વસુલાત કરવામાં આવશે અને આ યોજના ૩૧ માર્ચ સુધી અમલ મા રહેશે આ ઉપરાંત મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષે રેગ્યુલર ટેક્સ ભરતા આસામીઓને ૧૦% રીબેટ અપાતા હોય છે ત્યારે ઈ-નગર મારફતે જે લોકો એડવાન્સ ટેક્સ ભરશે તેને ૫%વધુ રીબેટ મળશે એટલે કુલ ૧૫%રીબેટ મળશે તેવું મોરબી નગરપાલિકા ની યાદી મા જાણવા મળેલ છે.
