ગત તા. 12 ને રવિવારના રોજ કોડીનાર તાલુકામાં સમાજની ૮ વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો શરમજનક બનાવ બન્યો હોય જે બનાવ મામલે મોરબી દશનામ યુવક મંડળ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે
મોરબી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આવેદન પાઠવવામાં આવ્યું છે કે ગત તા.12 ને રવિવારના રોજ કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો બન્યો હતો જેમાં દશનામ સમાજની 8 ર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરી મૃતદેહ કોથળામાં ભરીને ગામ બહાર ફેંકી દીધો હતો જે ઘટનામાં ગીર સોમનાથ જીલ્લા એસપી સહિતના અધિકારીઓએ સતર્કતા દાખવી આરોપી શામજી ભીમા સોલંકીને ઝડપી લીધો છે અને કાર્યવાહી શરુ કરી છે ત્યારે આવી ઘટના અવારનવાર બનતી રહે છે અને આવી ઘટનાઓને અટકાવવા નરાધમ આરોપીઓ વિરુદ્ધ કડક પગલા લેવા જરૂરી છે જેથી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં જે રીતે નિર્ણય કરી આરોપીને ફાંસીની સજા મળી તે રીતે આરોપી શામજીને પણ ફાંસીની સજા થાય તેવી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે આ આવેદન આપતી વખતે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબીના પ્રમુખ તેજસગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી દેવગીરી અને ટ્રસ્ટી નિતેષગીરી મનહરગીરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા
મોરબી: ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના મહા પરિનિર્વાણ દિવસ નિમિતે બિલીવ ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, રક્તદાન કેમ્પ તથા આંખના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આગામી તારીખ 6 ડિસેમ્બરને શુક્રવારના રોજ બપોરે 1 થી સાંજે 7 કલાકે મોરબીના સામાકાંઠે સો ઓરડી મેઇન રોડ, ભઠ્ઠાવાળી...
મોરબી: જયશ્રી માનવસેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ઉપપ્રમુખ કપિલભાઈ રાઠોડના દાદીમાની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમા ઝુંપડપટ્ટી વિસ્તારમાં પફ વિતરણ કરવામાં આવ્યા હતા.
જેમાં મોરબીના સામાંકાઠા વિસ્તારમાં મયુરપુલ નીચે આવેલ ઝૂંપડપટ્ટી, લીલાપર રોડ પર આવેલ, નવલખી રોડ પર, પરશુરામધામ નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પફવિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં જયશ્રી માનવસેવા ટ્રસ્ટના...
સૌરાષ્ટ્રની સૌથી મોટી મોરબી નગરપાલિકા દેણામા ગરકાવ થઈ ગઈ હોય તેવુ લાગી રહ્યુ છે પાલિકાનો વહીવટ દીનપ્રતી કથળી રહ્યો છે ત્યારે મોરબી પાલિકાનુ લાઈટ બીલ કરોડોનું બાકી છે તેમજ પાણી પૂરવઠા વિભાગનુ પણ ૧૫૦ કરોડનું બીલ બાકી હોવાનું સામે આવતા નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા...