મોરબી: તું ગામમાં મારી કેમ ખોટી વાતો કરે છે તેમ કહીં આધેડને મહિલાએ ફટકાર્યો
મોરબી: મોરબી મંગલભુવન ચોક પાસે આવેલ બોમ્બે મોબાઇલની દુકાન પાસે તું મારી ગામમાં કેમ ખોટી વાતો કરે છે તેમ કહીં બોલાચાલી કરી ગાળો આપી ઝપાઝપી કરી જાપટો મારી મહિલાએ આધેડને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર આધેડે આરોપી મહિલા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ સત્યમપાનવાળી શેરી અંજની એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૫૦૪ માં રહેતા રજાકમીયા અબ્બાસમીયા બુખારી (ઉ.વ.૪૬) એ આરોપી રેશ્માબેન ગીરીશભાઈ વીડજા રહે. ઉમાવીલેજ સોસાયટી મહેન્દ્રનગર મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૨-૨૦૨૩ ના સાંજના સવા પાંચેક વાગ્યાના અરસામાં ફરી. બોમ્બે મોબાઇલની દુકાન પાસે ઉભેલ હોય ત્યારે મહીલા આરોપી આવી ફરીયાદીને કહેલ કે, તુ મારી ગામમા શુ ખોટી વાતો કરે છે તેમ કહી બોલાચાલી કરી ભુંડી ગાળો આપી ઝપાઝપી કરી ફરીયાદીના પીઠમા હાથથી પંજો મારી નખો વડે ઇજા કરી જાપટો મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર રજાકમીયા એ આરોપી મહિલા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.