મોરબી તાલુકાના મોડપર શક્તિ કેન્દ્ર ના પેજ પ્રમુખો નું સંમેલન પીપળીયા ચાર રસ્તા અર્થે આવેલ વિનય વિદ્યા મંદિરમાં રાખવામાં આવ્યું હતું આ સંમેલનમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતું
મોરબી તાલુકાના મોડપર શકિત કેન્દ્ર ના પેઇજ પ્રમુખોનું સંમેલન ગત્ રોજ વિનય વિદ્યામંદિર,પીપળીયા,ચાર રસ્તા ખાતે યોજાયું હતું.આ સંમેલન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને તથા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની વિશેષ ઉપસ્થિતીમાં યોજવામાં આવ્યું હતું.આ તકે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઈ વાંસદળીયા,મહામંત્રી બચુભાઈ ગરચર તથા તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ બાવરવા ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરુણભાઈ પેથાપરા દ્વારા કરવામાં આવ્યું હતું.
