Monday, September 23, 2024

મોરબી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલ નિષ્ણાંતો ઔદ્યોગિક નીતિ પર માર્ગદર્શન આપશે

મોરબી : ગુજરાત ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ અને લોજીસ્ટીકસ પાર્ક પોલીસી-૨૦૨૧ અંતર્ગત તથા રાજય સરકારના વિવિધ ઔદ્યોગિક નીતિ હેઠળની યોજનાઓની માહિતી આપવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી અને લઘુ ઉદ્યોગ ભારતી મોરબીના સંયુકત ઉપક્રમે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનારનું આયોજન તા. ૨૧-૦૫-૨૦૨૨ ને શનિવારના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે સરકારી પોલીટેકનિક, ઘુંટુ રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે.

આ સેમિનારમાં રાજય સરકારના ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ વિભાગના નિષ્ણાંતો ઉપસ્થિત રહી ઔદ્યોગિક નીતિ પર માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરી અને લધુ ઉદ્યોગ ભારતીના ગુજરાત પ્રાંત કારોબારી મેમ્બર ભીમજીભાઇ ભાલોડીયા તથા લઘુ ઉદ્યોગ ભારતીના મોરબી જિલ્લા પ્રમુખ સુરેશભાઇ કાસુન્દ્રા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર