મોરબી જીલ્લાની ચાર નગરપાલિકા પૈકી ત્રણ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરાઈ
મોરબી: શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા એક સાથે ૪૨ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં હળવદ, વાંકાનેર અને માળીયા પાલિકામાં ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા બદલીનો દૌર યથાવત રાખેલ છે જેમાં રાજુલામાં ફરજ બજાવતા ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયાની વાંકાનેર ખાતે અને કેશોદમાં ફરજ બજાવતા નીલમબેન ઘેટિયાની હળવદ પાલિકા ખાતે નિમણુંક કરાવમાં આવી છે. જયારે હળવદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટની ડીસા ખાતે બદલી કરવામાં આવી છે. અને માળીયા પાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરાની કઠલાલ બદલી કરવામાં આવી છે. જો કે માળીયામાં હજુ સુધી કોઈ ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી નથી. તેમજ ઝુલતા પુલ દુર્ઘટના બાદ સસ્પેન્ડ થયેલ સંદીપસિંહની જગ્યાએ હજુ સુધી મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસરની નિમણુક કરવામાં આવી નથી.