Tuesday, September 24, 2024

મોરબી જીલ્લાના નવ શિક્ષકોને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે એવોર્ડ એનાયત કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

GIET (ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન) દ્વારા નિર્મિત કાર્યક્રમોના પ્રચાર-પ્ર સાર માટે મોરબી જિલ્લામાંથી કુલ ૯ શિક્ષકમિત્રો છેલ્લા ૧ વર્ષથી વિદ્યાવાહક તરીકેની કામગીરી કરી રહ્યા છે.

જેમાં મોરબી તાલુકામાંથી અશોકભાઈ કાંજીયા (નાનીવાવડી કુમાર પ્રા. શાળા), અનિલભાઈ ફટાણિયા (પોલીસ લાઈન કન્યા શાળા), માળિયા તાલુકામાંથી અનિલભાઈ બદ્રકિયા (મોટીબરાર પ્રા. શાળા), બેચરભાઈ ગોધાણી (કુંતાસી પ્રા. શાળા), પુનિતભાઈ મેરજા (મોડેલ સ્કૂલ મોટીબરાર), હળવદ તાલુકામાંથી જયેશભાઈ મોરડીયા (આર.એમ.એસ.એ. સ્કૂલ રણમલપુર), હરદેવસિંહ જાડેજા (રાયસંગપુર પ્રા. શાળા), , ટંકારા તાલુકામાંથી નૈમિષભાઈ પાલરીયા (વિરવાવ પ્રા. શાળા) અને વાંકાનેર તાલુકામાંથી સોયેબઅલી શેરસીયા (મોહમદી લોકશાળા ચંદ્રપુર) નો સમાવેશ થાય છે.

આ વિદ્યાવાહક શિક્ષક મિત્રોએ બાળકોના હિત માટે શાળા સમય બાદના સમયે પણ નિ:સ્વાર્થ ભાવે સુંદર કામગીરી કરી રહ્યા છે. જેથી તેઓનું શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે આગામી તારીખ 6 જૂન 2022ના રોજ અમદાવાદ ખાતે વિશેષ સન્માન થવાનું છે. આથી મોરબી જિલ્લા શિક્ષક પરિવારે આ તમામ શિક્ષકમિત્રોને શુભેચ્છાઓ પાઠવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર