મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મીટીંગ આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી ની જુની આરટીઓ ઓફિસ સામે ઉમા રિસોર્ટ ખાતે મીટીંગ રાખવામાં આવી છે.
આગામી રવિવારે તારીખ 20-03-2022 ના રોજ કંડલા બાયપાસ પાસે આવેલા ઉમા રિસોર્ટ ખાતે સવારે 10 વાગ્યે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની તૈયારી સંગઠન મજબૂત બનાવવા અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા હોદેદારોને નિમણૂક પત્ર અર્પણ કરવામાં આવશે ત્યારે તેવી માહિતી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે.
