મોરબીના કલબ 36 ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિદાય અને આવકાર સમારોહ યોજવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ 77 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબીના એસપી એસ.આર ઓડેદરાની ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં બદલી કરાઈ છે. તેથી તેમનો વિદાય સમારોહ અને આજ રીતે મોરબી જિલ્લાના નવા એસપી તરીકે રાહુલ ત્રીપાઠીને મુકવામાં આવ્યા છે ત્યારે તેઓએ મોરબી જિલ્લાનો ચાર્જ સંભાળ્યો છે જેથી રેન્જ આઈજી સંદીપસિંગ,અધિક કલેક્ટર ડીડીઓ,એએસપી,ડીવાયએસપી,સહિતના અધિકારી અને મોરબી બાર એસોસિયેશનના હોદ્દેદારો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી તેમજ નવી જવાબદારી માટે શુભકામના પાઠવી હતી સાથેસાથે નવા એસપી રાહુલ ત્રિપાઠીએ પણ મોરબી જિલ્લામાં ક્રાઇમ રેઈટ અંકુશમાં રાખવા અને ગુનાખોરીને કડક હાથે ડામી દેવાની તૈયારી દર્શાવી હતી.
બેઠકમાં બાળ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું
મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો અને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં નવો કોઈ પ્રશ્ન રજુ કરવામાં આવ્યો ન હતો.
બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર...
મોરબી તાલુકાના ઘુંટુ ગામના સરપંચ દ્વારા બાંધકામ મંજુરીમા ગેરરીતિ આચરવા બદલ સરપંચને મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદા પરથી દુર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૧૦૪(૧) મુજબ બાંધકામ માટે પંચાયતની પુર્વમંજુરી મેળવવાની હોય છે જ્યારે ઘુટ ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચાએ ઘુંટુ ગ્રા.પં.ની તા.૦૭/૦૨/૨૦૨૪ની...
જિલ્લા રોજગાર વિનિમય કચેરી- મોરબી દ્વારા આગામી તારીખ ૨૧-૦૧-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પ્રા. વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ., સરા રોડ, હળવદ ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને યોગ્ય ઉમેદવારો માટે પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. ખાનગી...