Monday, September 23, 2024

મોરબી જિલ્લામાં ૪૦૦ જેટલા વીસીઈ હડતાળ પર ઉતર્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા કોમ્પ્યુટર ફિક્સ વેતનની માગ સાથે હડતાળની ચિમકી ઓપરેટરોએ વીસીઈને પણ કમિશનની નીતિને બદલે ફીક્સ પગાર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ત્યારે ટંકારા તાલુકામાં મામલતદારને પણ 2 દિવસ પહેલા આવેદન પણ પાઠવ્યું હતું પરંતુ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજથી તમામ ઇ-ગ્રામ પંચાયત કેન્દ્ર બંધ રાખીને મોરબીના 400 જેટલા વીસીઇ હડતાળ પર ઉતર્યા છે. જ્યાં પોલીસ દ્વારા તેમને નજરકેદ કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
મોરબી જીલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા મોરબી જીલ્લા વિકાસ અધિકારી મારફત રાજ્યપાલને આવેદન પાઠવી જણાવ્યું હતું કે રાજ્ય ગ્રામ પંચાયત વીસીઈ મંડળે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત 2016 થી કરવામાં આવી રહી છે અને નવા મુખ્યમંત્રી તેમજ પંચાયત મંત્રીને પણ રજૂઆત કરી તા 21-10-2021 ના રોજ હડતાલ કરવાની જાહેરાત મંડળે કરી હતી જેથી પંચાયત મંત્રી દ્વારા તા 20-10-2021 ના રોજ બેઠક કરી વીસીઈના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારી નિરાકરણ લાવવાની બાહેંધરી આપી હતી બાદમાં તા 27-10-2021 ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવી પગાર ધોરણ માંગણીનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ સુચના આપતા સકારાત્મક બાહેંધરી આપી હતી જોકે રાજ્યના 13,000 જેટલા વીસીઈનો પ્રશ્ન ઉકેલાયો નથી અને શોષણ કરવામાં આવે છે જે મૂળભૂત હકોનું હનન છે

વીસીઈ મંડળની માંગણીઓમાં કમીશન પ્રથા બંધ કરી ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે, સરકાર સાથે 16 વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે, આરોગ્ય લક્ષી સુવિધા આપતા અરીવાર સહીત વીમા કવચ આપવામાં આવે, વીસીઈને ગ્રામ પંચાયત ખાતે દબાણ થતું હોય દબાણમાં ના આવતા વીસીઈને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે જે બાબતે જોબ સિક્યુરીટી બાબતનો જી આર કારવામાં આવે અને સરકારની મંજુરી વગર કોઈ પંચાયત વીસીઈને કાઢી ના સકે, કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઈને આર્થિક સહાય આપવામાં આવે. મંડળ દ્વારા માંગણીઓ કરેલ જેમાંથી સરકારે માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવા બાહેંધરી આપી હતી પરંતુ કોઈ અમલ કરાયો નથી. તેથી આજે મોરબી જિલ્લામાં વિવિધ ગ્રામ્ય તથા તાલુકા લેવલે કામકરતા 400થી વધુ વીસીઈ પણ જોડાયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર