મોરબી જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા નોવેલ કોરોના વાઇરસ (COVID-૧૯)નું સંક્રમણ અટકાવવા તેમજ આમ જનતા દ્વારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય, આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૦૪-૨૦૨૨ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.
આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને – સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને, સરકારના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.
મોરબી: સેજો રાજપરમાં આવતી આંગણવાડીની બહેનો દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા શકત શનાળા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી.
જેમાં શકત શનાળા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ બાવરવા , ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા , શકત શનાળા પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી...
કાંતિભાઈ અમૃતિયા એવું સમજે છે કે લોકો મુર્ખ છે પરંતુ હકીકતમાં એવું નથી કારણ કે હવે લોકોને સમજાય ગયું છે કે જ્યારે ટિકિટ આપવાની થશે ત્યારે સાચો પરચો આપીશું એટલે ધારાસભ્ય કંતિભાઈના હસવું ન આવે એવા જોક્સમાં પણ હસ્યે જ જાય છે.
મોરબી અને ગામડાને જોડતો અને મોરબીની ૩૦ ટાકા...
ઘડિયાળ - સિરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતો મોરબી જિલ્લો કૃષિ ક્ષેત્રે પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અદકેરૂ સ્થાન ધરાવે છે.
બાગાયતી કૃષિમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યારે સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. જિલ્લાના અંદાજિત ૨૫૦૦ ખેડૂતો દાડમની ખેતી કરે છે, જેમાંથી ૨૦૦૦...