Sunday, September 22, 2024

મોરબી જિલ્લાની મોરબી- માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર-કુવાડવા બેઠકની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચુંટણી વિભાગ દ્વારા મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની મોરબી- માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર-કુવાડવા બેઠકની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં નવા ૯૨,૨૩૬ મતદારો ઉમેરાયા છે.

મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચુંટણી સમયે નોંધાયેલા મતદારોની તુલનાએ ૨૦૨૨ વિધાનસભા ચુંટણીમાં ત્રણેય બેઠકમાં મળીને નવા ૯૨,૨૩૬ મતદારોનો ઉમેરો થયો છે જેમાં મોરબી બેઠકમાં વર્ષ ૨૦૧૭ માં ૨,૫૫,૯૭૧ મતદારોની સામે ૨૦૨૨ વિધાનસભા ચુંટણીમાં ૨,૮૬,૬૮૬ મતદારો, ટંકારા બેઠકમાં વર્ષ ૨૦૧૭ માં ૨,૨૪,૫૨૧ મતદારો હતા જયારે ૨૦૨૨ ચુંટણીમાં ટંકારા બેઠક પરથી ૨,૪૯,૪૪૪ મતદ્રો નોંધાયેલા છે તો વાંકાનેર બેઠકમાં ૨૦૧૭ ચુંટણીમાં ૨,૪૪,૬૦૮ મતદારો હતા જયારે ૨૦૨૨ ચુંટણીમાં ૨,૮૧,૨૦૫ મતદારો છે આમ મોરબી બેઠકમાં ૩૦,૭૧૬ ટંકારા બેઠકમાં ૨૪,૯૨૩ અને ૩૬,૫૯૭ મળીને ત્રણેય બેઠકમાં કુલ ૯૨,૨૩૬ મતદારોનો ઉમેરો થયો છે.

જ્યારે ૬૫ મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર ૧,૪૮,૬૯૫ પુરુષ મતદારો, ૧,૩૭,૯૮૮ સ્ત્રી મતદારો અને ૦૩ અન્ય મળીને કુલ ૨,૮૬,૬૮૬ મતદારો છે જયારે ૬૬ ટંકારા-પડધરી વિધાનસભા બેઠકમાં ૧,૨૮,૧૩૧ પુરુષ મતદારો અને ૧,૨૧,૩૧૩ સ્ત્રી મતદારો મળીને કુલ ૨,૪૯,૪૪૪ મતદારો છે તેમજ ૬૭ વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠકમાં ૧,૪૫,૨૨૧ પુરુષ મતદારો, ૧,૩૫,૯૮૩ સ્ત્રી મતદારો તેમજ ૦૧ અન્ય મતદાર મળીને કુલ ૨,૮૧,૨૦૫ મતદારો નોંધાયેલા છે અને જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર ૪,૨૨,૦૪૭ પુરુષ મતદારો, ૩,૯૫,૨૮૪ સ્ત્રી મતદારો અને ૦૪ અન્ય મળીને કુલ ૮,૧૭,૩૩૫ મતદારો નોંધાયેલા છે.મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ વાંકાનેરમાં અને સૌથી ઓછા ટંકારા બેઠકમાં મતદારો ઉમેરાયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર