Saturday, September 28, 2024

મોરબી જિલ્લાના શિક્ષકોના વિવિધ પ્રશ્નો રાજ્ય કારોબારીમાં રજૂ કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના મહાસંઘ દ્વારા રાજ કારોબારીમાં ત્રીસ જેટલા પ્રશ્નો રજૂ કર્યા

ગાંધીનગર ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે મંત્રી રૂષીકેશ પટેલ શિક્ષણ મંત્રી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ,ડો.કુબેરભાઈ ડીંડોર શિક્ષણ મંત્રી પ્રાથમિક, માધ્યમિક,અને પ્રૌઢ શિક્ષણ,પ્રફુલ્લભાઈ પાનસેરિયા રાજ્ય કક્ષા શિક્ષણમંત્રી પ્રેરક ઉપસ્થિતમાં રાજ્ય મહાસંઘના તમામ હોદેદારો ભીખાભાઈ પટેલ, અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ મંત્રી સરદારસિંહ મછાર સંગઠન મંત્રી વગેરેની હાજરીમાં રાજ્ય કારોબારી બેઠકમાં મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે વર્ષ 2017ની ભરતી વારા જિલ્લાફેર અરજી સ્વીકારવી.બધા શિક્ષકોને માઁ કાર્ડ કેસલેસ સારવાર મળે વર્ષ 2005 પછીના શિક્ષકોને જુની પેન્શન યોજના મળે અને વર્ષ 2005 પફેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો પત્ર સત્વરે કરવો.
હવે જયારે બદલી કેમ્પ ચાલુ થાય ત્યારે આગળ ના માસ ના માસિકપત્રક ની સંખ્યા મુજબ થાય.વિદ્યાર્થી રેશીયો ધોરણ 1 થી 5 મા ઘટાડવો. 120 થી 200 વધુ સંખ્યા છે.2005પહેલા માટે સરકારશ્રી એ કરેલ જાહેરાત મુજબ ops લાગુ કરે એનો ઠરાવ સત્વરે બહાર પાડવો.જિલ્લા આંતરિક બદલી કેમ્પ જલ્દી કરાવો.HRA નો નવ ટકા લેખે જીઆર કરવા બાબત,આચાર્ય એલાઉન્સ વધારવા બાબત HTAT મુખ્ય શિક્ષકો,મેથ્સ સાયન્સ શિક્ષકને સી.આર.સી. બી.આર.સી.જેવી વહીવટી પોસ્ટ પર જવા દેવા તેમજ ખાતાકીય પરીક્ષા આપવા દેવી,એચ ટાટ O. P. પરત કરવા બાબતે યોગ્ય કરવું.
ધોરણ છ થી આઠ ના શિક્ષકોને અલગ પગાર ધોરણ આપો,બધા વિષયની એકમ કસોટી એક સમાન રાખવી બોન્ડ વાળા શિક્ષકોને બદલીના તમામ લાભ આપવા,દંપતી કે અગ્રતા વાળા શિક્ષકો ની પ્રતીક્ષા યાદી દરેક જિલ્લામાં જગ્યાના પ્રમાણમાં ઓછી હોય આવા ઉમેદવારોને આ જ વર્ષે જિલ્લાફેર અરજી સ્વીકારવા બાબત.વિકલાંગ ભથ્થા એક સમાન મળે તે બાબતે.બદલી બાબતે વિકલાંગોને અગ્રતા અંગે સ્પષ્ટતા,શાળા સ્વચ્છતા ગ્રાન્ટમાં વધારો કરવો.cpf 10 % સામે 14 % કરવા બાબતે.ધો.6 થી 8 વિકલ્પ રદ્દ કરવાનો મોકો આપવા બાબત બદલીના ગંભીર બીમારીના કારણમાં નવા બદલીના નિયમમાં કુટુંબની વ્યાખ્યામાં માતા-પિતાનો સમાવેશ નથી શાળાઓમાં કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવવા એકમ કસોટી ભારણ ઓછું કરવી શિક્ષકોના પગાર ઓનલાઈન કરવા. બી.એલ.ઓ. સહિતની શિક્ષણ સિવાયની કામગીરી બંધ કરવી તા. 27/04/2011 પહેલાના નિમણૂંક પામેલા શિક્ષકોને નિવૃત્તિ સામે ફુલ પગારમાં સમાવવા પ્રાથમિક શાળાના બાળકોની સ્પર્ધાત્મક પરીક્ષાની ફી ન રાખવી અને શાળાઓમાં શાળા સ્વચ્છતામાં બાળકોની સહભાગિતા સુનિશ્ચિત કરવી. શાળા સ્વચ્છતાના નાના કામો બાળકો પાસે કરાવવાની છૂટ આપવી વગેરે ત્રીસ જેટલા પ્રશ્નોની મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો રજૂ કરી ઝડપથી ઉકેલ આવે એ માટે ભારપૂર્વક રજુઆત કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર