Sunday, September 22, 2024

મોરબી જિલ્લાના બે શિક્ષકોની ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દર વર્ષે પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે તલગાજરડા ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને દરેક જિલ્લામાંથી એક શિક્ષકને ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે જેમાં વર્ષ 2020/2021 માટે મોરબી તાલુકાના શ્રી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.વિજયભાઈએ બાળકોના વિકાસ માટે અત્યાર સુધી 800 જેટલી વિવિધતા સભર પ્રવૃત્તિઓ કરાવી છે.શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ એટલું મહત્વનું કામ કર્યું છે.વિવિધતા સભર પ્રવૃત્તિઓ, રાજયકક્ષાએ ઈનોવેશનો કરવા, સંશોધન કરવા, શિક્ષણને લગતા લેખો પણ પ્રકાશિત કરવા,નેશનલ કક્ષાએ સુધી જવું અનેક વિવિધતા સભર પ્રવૃત્તિઓ કરાવી છે. જેના કારણે આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે
વર્ષે 2021/22 માટે બીજા એક હળવદ તાલુકાની માનસર પ્રાથમિક શાળામાં નોકરી કરતાં એવા વિમલ પટેલની પસંદગી કરવામાં આવી છે.વિમલભાઈ પણ એવા પ્રવૃતિશીલ શિક્ષક છે.જેમણે પણ બાળકોના વિકાસમાં નાવીન્યપૂર્ણ પ્રયોગ કરેલ છે.વિવિધ સાધનોનું નિર્માણ કરવું, ઈનોવેશન કરવા, બાળફિલ્મનુ નિર્માણ કરવું,સતત બાળકોના માટે નવીન કરવું જેના કારણે પણ તેમની આ એવોર્ડ માટે પસંદગી કરેલ છે.
પરમ પૂજ્ય મોરબીબાપુના હસ્તે આ એવોર્ડની પસંદગી થતાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે એ માટે અભિનંદન પાઠવે છે આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને મોરબી જિલ્લા/તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ બંનેનો દિલથી આભાર વ્યક્ત કરે છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર