Saturday, September 21, 2024

મોરબી જિલ્લાના દિવ્યાંગ ૮૦ વર્ષ ઉપરની ઉમરના મતદારોને કરાવવામાં આવી રહ્યું છે સંવેદના પૂર્ણ મતદાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

PWD તથા ૮૦ વર્ષ ઉપરની ઉમરના મતદારો વિવિધ સુવિધાઓ સાથે સુગમ વાતાવરણમાં કરી રહ્યા છે સરળતાથી મતદાન

મોરબી: મોરબી જિલ્લાના દિવ્યાંગ તથા ૮૦ વર્ષ ઉપરની ઉમરના સિનિયર સિટીઝન્સ મતદારો સુવિધાઓ સાથે સુગમ વાતવરણમાં સરળતાથી મતદાન કરી રહ્યા છે. તમામ સુવિધાઓની સાથે આ તમામ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવી રહ્યું છે .

વિધાનસભાની ચૂંટણી અન્વયે દિવ્યાંગ તથા ૮૦ વર્ષ ઉપરની ઉમરના સિનિયર સિટીઝન્સ મતદારો માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. માંગણી દર્શાવી હોય તેવા દરેક દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન્સ માટે દરેક બુથ પર વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવી રહી છે. જ્યાં માંગણી કરેલી નથી તેવા બુથ પર પણ અગાઉના વર્ષોમાં સાધન સહાય આપેલ છે તેવા દિવ્યાંગ મતદારોની વ્હીલચેર, આંગણવાડી વર્કર બહેનો દ્વારા મેળવી મતદાન કરાવવામાં આવી રહ્યું છે.

વિધાનસભાની બેઠક મુજબ એક-એક “દિવ્યાંગ સહાયક વાહન”, ૧ વ્હીલચેર, ૧ સહાયક કર્મચારી તથા ૧ સ્પેશ્યલ એજ્યુકેટરની સાથે મોબાઈલ વાહન પણ મતદારો માટે ત્યાં જ ઉપલબ્ધ છે. વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝન્સને પણ ખાસ સહાયક વાહન દ્વારા મતદાન કરાવવા લઈ જવામાં આવી રહ્યા છે. ઉપરાંત ૬૫-મોરબી અને ૬૭-વાંકાનેર ખાતેના ‘દિવ્યાંગ કર્મચારી દ્વારા સંચાલિત બુથ’ પર પણ વ્હીલચેર તથા સહાયક ઉપ્લબ્ધ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર