મોરબી જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધારક પત્રકારો માટે વિશેષ કેમ્પ યોજાયો
મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ
મોરબી તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે મોરબી જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધારક પત્રકારો માટે મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા મા કાર્ડ અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવાની કામગીરી હાથ ધરી છે. જે અન્વયે માહિતી નિયામકની કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા માહિતી કચેરી તથા જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પનો જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારોએ લાભ લીધો હતો.