Thursday, January 23, 2025

મોરબી જલારામ મંદિર ખાતે પ.પૂ. સદ્ગુરુદેવ શ્રી હરીચરણદાસજી મહારાજ ના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બહોળી સંખ્યા મા ભક્તજનોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી

સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેમનો પ્રથમ પ્રાગટ્યદીન તા.૭-૪ ગુરુવાર ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તેમજ મહાપ્રસાદ યોજી ગુરૂજી ના શિષ્યો દ્વારા ગુરૂજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમા બહોળી સંખ્યા મા ભક્તજનોએ ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તેમજ મહાપ્રસાદ નો લાભ લીધો હતો. આ તકે મોરબી રામધન આશ્રમ ના મહંત પૂ.ભાવેશ્વરી બેન સહીત ના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, પરેશભાઈ કાનાબાર, જીજ્ઞેશભાઈ પોપટ, સાગરભાઈ જોબનપુત્રા, નેહલભાઈ કોટક, જીતુભાઈ રાજવીર, ભરતભાઈ કાનાબાર, શ્રી જલારામ સેવા મંડળ તથા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના અગ્રણીઓ સહીતના ગુરૂભક્તો એ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર