હંસરાજ ભાઈ કૈલા, મહેશભાઈ ઠાકર, મગનભાઈ રાઠોડ, રમેશભાઈ સાદરીયા, નિમેષભાઈ અંતાણી, દીલીપભાઈ સાદરીયા, ભરતભાઈ પંડ્યા, અશોકભાઈ મહેતા સહીત ના અગ્રણીઓ દ્વારા સેવા કાર્ય મા સહયોગ
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી સેવાકાર્ય મા સહયોગ આપવા મા આવ્યો હતો.
મોહનથાળ,ગાંઠીયા,રોટલી,દાળ,ભાત,શાક, છાશ સહીત ની વાનગીઓ ઉપસ્થિત અગ્રણીઓ એ પોતાના વરદ્ હસ્તે પિરસી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી. આ તકે મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ ના હંસરાજભાઈ કૈલા,મહેશભાઈ ઠાકર,મગનભાઈ રાઠોડ,રમેશભાઈ સાદરીયા,નિમેષભાઈ અંતાણી,અશોકભાઈ મહેતા,ભરતભાઈ પંડ્યા,દીલીપભાઈ સાદરીયા સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા ના સેવાયજ્ઞ મા મળેલ સહયોગ બદલ મોરબી જલારામ મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી સહીત ના અગ્રણીઓએ આભાર ની લાગણી સહ અભિનંદન પાઠવ્યા હતા.