સ્થાનિક લોકો દ્વારા પાલિકા તંત્ર ને અનેક રજૂઆતો કરવામાં આવેલ
મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર ની લાપરવાહી નાં કિસ્સાઓ અવારનવાર સામે આવે છે છતાં તંત્ર ના પેટનું પાણી હલતું નથી મોરબીના મહેન્દ્રપરમાં દુકાનનું છજુ પડતા એક મહિલાનું મૃત્યુ નિપજયાની ઘટના ની શાહી હજુ સુકાઇ નથી ત્યાં મોરબીમાં સતત ધમધમતા ગાંધી ચોકમાં ગઇકાલે મોડીરાત્રે એક કોમ્પ્લેક્સનું છજુ ધરાસાઈ થયું હતું. જો કે, રાત્રીનો સમય હોય સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

મોરબીના ગાંધી ચોકમાં આવેલ 35 વર્ષ જુના રિલાયન્સ શોપિંગ સેન્ટરનું પ્રથમ માળનું છજુ ગઈકાલે મોડી રાત્રીના ધરસાઈ થયું હતું. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ કોમ્પ્લેક્ષમાં આવર નવાર પોપળા પાડવા અને છજા પડવાની ઘટના બને છે અને આ બાબતે આ કોમ્પ્લેક્ષમાં વ્યવસાય કરતા વેપારીઓએ અનેક વખત નગર પાલિકા અને ચીફ ઓફિસરને આ બાબતે રજુઆત કરી છે પરંતુ આજ સુધી પાલિકાએ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે.આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી, ત્યારે સવાલ એ થાય કે શુ કોઈનો ભોગ લેવાય પછી જ કાર્યવાહી થશે ?
ઉલ્લેખનીય છે કે મોરબીમાં આવા ઘણા મકાનો અને કોમ્પ્લેક્ષ જર્જરિત હાલતમાં છે દર વર્ષે પાલિકા ચોમાસા પહેલા આવા આસમીઓને માત્ર નોટિસ આપીને બેસી રહે છે. ત્યારે આવી અવાર નવાર બનતી ઘટનાઓને નિવારવા પાલિકા કોઈ નક્કર કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.
