Saturday, April 12, 2025

મોરબી ખાતે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શહેરી વિસ્તારમાં માળખાકીય સુવિધા ઉપલબ્ધ બને તે દિશામાં રાજય સરકાર કાર્ય કરી રહી છે : રાજયમંત્રી

મોરબી ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઉમિયા સર્કલથી બજરંગ સર્કલ સુધીના રૂ.૬૫૬.૯૦ લાખના આર.સી.સી. રોડ, લાતીપ્લોટમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૪૫૩.૬૩ લાખના પાઇપડ્રેઇન નાખવાનું કામ તેમજ લાતીપ્લોટમાં રૂ.૧૫૨૩.૯૬ લાખના સી.સી. રોડ બનાવવાના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતાં.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભા દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી સર્વ સુરેશભાઇ દેસાઇ, દેવાભાઇ અવાડીયા, નિશીથભાઇ, ભાવેશભાઇ કણઝારીયા, જયુભા જાડેજા, રણછોડભાઇ દલવાડી, બાબુભાઇ હુંબલ,અનિલભાઇ મહેતા, નુતનબેન વિડજા, રાઘવજીભાઇ ગડારા, શશાંગભાઇ દંગી, નગરપાલિકાના સદસ્યઓ, નગરપાલીકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા, પદાધિકારી- અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહયા હતાં.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર