Saturday, November 23, 2024

મોરબી ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવનાર પરિક્ષાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બહારગામથી પરીક્ષા દેવા આવતા પરિક્ષાર્થીઓને હાલાકી ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ મદદે આવ્યું

મોરબી : રાષ્ટ્રભાવનાને વરેલા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા અન્ય જિલ્લામાંથી મોરબી ખાતે આગામી તા.૯/૪/૨૩(રવિવાર) ના રોજ જુનિયર કલાર્કની પરીક્ષા આપવા આવનાર સર્વધર્મ અને સર્વ જ્ઞાતિના પરીક્ષાર્થીનીઓ માટે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેથી અન્ય જિલ્લામાંથી મોરબીમાં આવનાર તમામ પરીક્ષાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓને આ સેવાનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

મોરબી ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવતા બહારગામના પરિક્ષાર્થીઓને હાલાકી ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ તેમની મદદે આવ્યું છે અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બહારગામના પરિક્ષાર્થીઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓએ તા.૮/૪/૨૩(શનિવાર) બપોરે ૭ઃ૦૦ વાગ્યા પહેલા પોતાનુ નામ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રિપોર્ટિંગ વખતે આધાર કાર્ડ અને કોલ લેટરની ઝેરોક્ષ ફોન નંબર સાથે જમા કરવાની રહેશે. લેડીસ અને જેન્ટ્સની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમ યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે.

રજીસ્ટ્રેશન તથા બીજી માહિતી માટે નીચેના નંબરનો કોન્ટેક્ટ કરવો…

જેન્ટ્સ માટે:

દિલીપ દલસાણીયા

મો. 80008 27577

સંજયભાઈ રબારી

મો. 96246 64464

લેડીસ માટે:

કાજલબેન ચંડિભમ્મર

મો. 98254 88733

ધરતીબેન બરાસરા

મો. 98259 41704

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર