Tuesday, September 24, 2024

મોરબી ખાતે ચૂટણી ખર્ચ નિરીક્ષકના અધ્યક્ષસ્થાને ચૂંટણી નિરીક્ષણ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ચૂંટણી ખર્ચ નિરીક્ષકએ વિવિધ ટીમોને નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા માટે માર્ગદર્શન આપ્યું

મોરબીમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક સિધ્ધાર્થ દંગીના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી નિરીક્ષણ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠક અન્વયે ચૂંટણી ખર્ચ નિરીક્ષક સિધ્ધાર્થ દંગીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે નિમાયેલી ફ્લાઈંગ સ્ક્વોડ, એકાઉન્ટિંગ ટીમ સહિતની ટીમોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ ટીમો પાસેથી સંલગ્ન માહિતી મેળવી તમામ બાબતોનું જિણવટ ભર્યું નિરીક્ષણ કરવા સુચના આપી હતી.

આ બાબતે મોરબી પ્રાંત અધિકારીશ્રી અને ચૂંટણી અધિકારી ડી.એ.ઝાલાએ તમામ ટીમોને સતત સંપર્કમાં રહીને ટુ-વે કોમ્યુનિકેશન જાળવી રાખવા જણાવ્યું હતું.

આ બેઠકમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને મોરબી જિલ્લા ચૂંટણી ખર્ચ નિરીક્ષક પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને મોરબી જિલ્લા મદદનીશ ચૂંટણી ખર્ચ નિરીક્ષક ઈશિતાબેન મેર, લાયઝન ઓફિસર પી.એમ.જાડેજા તેમજ ફ્લાઇંગ સ્ક્વોડ અને એકાઉન્ટિંગ ટીમ સહિતની વિવિધ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર