Friday, April 4, 2025

મોરબી: કમલા પાર્ક-1મા રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા 1.87 લાખના મતામાલની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં રૂષિકેશ સ્કુલની બાજુમાં કમલા પાર્ક-1મા રહેણાંક મકાનમાંથી તસ્કરો રૂ. ૧,૮૭,૫૦૦ ના મતામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનારે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં રૂષિકેશ સ્કુલની બાજુમાં કમલા પાર્ક-1મા રહેતા રજનીકાંતભાઈ ત્રિભોવનભાઈ ભોરણીયા (ઉ.વ. ૩૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૧૨-૨૦૨૨ થી ૧૮-૧૨-૨૦૨૨ વચ્ચે કોઈપણ સમયે ફરીયાદી પોતાના પરીવાર સાથે મોરબી નાલંદા સ્કુલમા પોતાના દીકરાના વાર્ષીક કાર્યક્રમ હોવાથી કાર્યક્રમમા હાજરી આપવા ગયેલ તે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે પોતાના રહેણાક મકાનના મેઇન દરવાજામા સેંટ્રલ લોક તોડી મકાન અંદર પ્રવેશ કરી મકાનમાકબાટના ડ્રોવરમાં રાખેલ સોનાનું મંગળસુત્ર આશરે ૨.૫ તોલાનું તથા બ્રેસલેટ ૧.૫ તોલા તથા ૫ વીંટી ૨.૫ તોલાની મળી કુલ ૬.૫ તોલા સોનાના દાગીનાની આશરે કિ.રૂ.૧,૬૨,૫૦૦/- તથા રોકડા રૂપિયા ૨૫,૦૦૦/- મળી કુલ રૂપીયા-૧,૮૭,૫૦૦/- ની રોકડ તથા સોનાનાદાગીનાની મતાની ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર રજનીકાંતભાઈએ અજાણ્યા આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો.કલમ- ૪૫૪, ૪૫૭,૩૮૦,મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર