મોરબી: મોરબીની બોરીયાપાટી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ નિમિત્તે પ્રિ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.
આજે ૨૮ ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે મોરબીની બોરીયાપાટી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ નિમિત્તે પ્રિ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
જેમાં ૨૨ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ જાતે બનાવેલ કૃતિ અને તૈયાર મોડલ દ્વારા સૈદ્ધાંતિક સમજ આપવામાં આવી અને વ્યવસાયિક ક્ષેત્રે વિજ્ઞાન ક્યાં ક્યાં ઉપયોગી છે તેની સમજ શાળાના વિજ્ઞાન શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
મોરબીના વાવડી રોડ પર આવેલ સુમીતનાથનગર પાયલ આરોગ્ય નિકેતન (ગુજરાત હોસ્પિટલ) ખાતે ડો. પાર્થ બીપીનભાઈ વ્યાસ (MBBS) દ્વારા તારીખ ૨૬-૦૧-૨૦૨૫ ને રવીવારના રોજ સવારે -૧૧:૦૦ થી ૦૧:૩૦ કાલાકે એક દિવસીય ફ્રી નિદાન કેમ્પ તેમજ સારવાર કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે. તથા ડાયાબીટીસ...
મોરબી જિલ્લામાં ખાસ પ્રકારના વાહનો માટે આગામી તારીખ ૨૭/૦૧/૨૦૨૫ ના રોજ GJ-36-S ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરુ કરવામાં આવશે. તેથી પસંદગીના નંબર મેળવવા અંગે ઇચ્છુક અરજદારો માટે નિયત ફી રૂ. ૮૦૦૦/- , ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂ. ૪૦૦૦૦/- તથા સિલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂ.૧૫૦૦૦/-...
હાલમા છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે લોકો ઠંડીની જગ્યાએ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પણ હજુ રાજ્યમાંથી શિયાળાએ વિદાય નથી લીધી
રાજ્યમાં પવનોની દિશા બદલાવાને કારણે લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. ગુજરાતમાં પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે.ત્યારે રાજ્યના હવામાનમાં પલટો આવશે તેની આગાહી...