મોરબી: અમદાવાદમાં શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતાં સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણિતાએ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીની દિકરી અમદાવાદ સાસરે હોય ત્યાં પરણિતાને સાસારીયા પક્ષ દ્વારા ઘરકામ તથા કરીયાવર ઓછા લાવેલ, દિકરીનો જન્મ થતા સારું નહી લાગેલ જેવી બાબતો પર મેણા ટોણા બોલી શારિરીક અને માનસિક દુઃખ ત્રાસ આપતાં હોવાની ભોગ બનનાર પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ઉમા ટાઉનશિપ ૩૦૩ શીવ પ્રેમ બી મોરબી-૨મા રહેતા રીધ્ધીબેન મનદીપભાઈ ચીકાણીએ આરોપી મનદિપભાઈ નટુભાઈ ચીકાણી (પતિ) રહે- એ-૩૦૩ કેશર હોમાની વિશાલાસુપ્રીમની બાજુમા એસ.પી.રીંગ રોડ અમદાવાદ, નટુભાઈ વિઠલભાઈ ચીકાણી (સસરા), નીતાબેન નટુભાઈ ચીકાણી (સાસુ), જયદિપભાઈ નટુભાઈ ચીકાણી (દિયર) રહે ત્રણે એ-૨૦૪ શીવમ કાશા માલબાર બંગ્લોઝની સામે બ્રાઉન સ્ટોનની પાસે એસ.પી.રીંગ રોડ નીકોલ અમદાવાદ, જીતુભાઈ ગોકળભાઈ કાલરીયા (મામાજી), ગામ-જેતપુર તા.જેતપુર જી રાજકોટ વાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૯-૦૧-૨૦૧૯ થી ૨૦-૧૧-૨૦૨૨ દરમ્યાન ફરીયાદીને પતિ તથા સાસરીયા પક્ષવાળા તેમજ મામાજીએ અવાર-નવાર નાની નાની બાબતોમા તથા ઘરકામ તથા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી તેમજ દિકરીનો જન્મ થતા સારૂ નહી લાગતા અવાર-નવાર મેણાટોણા બોલી મારકુટ કરી ભુંડા બોલી ગાળો આપી એકબીજાને ચડામણી કરી દુ:ખ ત્રાસ આપી શારીરિક અને માનસીક ત્રાસ આપતાં હોવાની ભોગ બનનાર પરણિતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.