Saturday, September 28, 2024

મોરબી અને પુર્વ કચ્છ જીલ્લામાથી ચોરી થયેલ ૩ મોટરસાયકલના મુદામાલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા પુર્વ કચ્છ જીલ્લામાથી ચોરી થયેલ કુલ -૩ મોટરસાયકલના મુદામાલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

 

 

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટર નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે આરોપી અબ્બાસભાઇ ઓસમાણભાઇ કકલ રહે.ભચાઉ ભવાનીપુર નવીભચાઉ મેલડીમાતાના મંદીર સામે જી.કચ્છ વાળો પંચાસર ચોકડી ખાતેથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.અને તપાસ દરમ્યાન વધુ-ર મોટર સાયકલ મળી કુલ-૩ મોટર સાયકલ રીકવર કરવામા આવેલ છે.

કબ્જે કરેલ મુદામાલ -ત્રણ મોટર સાયકલ કિ.રૂ.૫૦૦૦૦.

(૧) હોન્ડા સાઇન મોટર સાયકલ નંબર વગરનુ જેની કિ.રૂ. ૨૦૦૦૦/-

(૨) સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર પ્લેટ વગરનુ જેની કિંમત રૂ. ૧૫૦૦૦/

(3) સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં.GJ120-2519 વાળુ અઢી મહીના પહેલા કચ્છના ગાગોદર ગામ પાસેથી ચોરી કરેલ હોય સી.આર.પી.સી.૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર